ADMISSIONS OPEN - 2020

sgmu.info
રશિયન ફેડરેશનના આરોગ્ય મંત્રાલય દ્વારા સંચાલિત

સ્મોલેન્સક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી

ગવર્મેન્ટ એડમિશન (અંગ્રેજી માધ્યમ) માટે ભારતીય વિદ્યાર્થીઓને આમંત્રણ આપે છે.
 

WHO, USA, UK, INDIA (MCI) દ્વારા માન્ય.

શ્રેષ્ઠતા અને પરંપરાના 100 વર્ષ.

સ્મોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના 1920 માં કરવામાં આવી હતી. તે સરકારી મેડિકલ યુનિવર્સિટી છે, જે મોસ્કોથી પશ્ચિમમાં 380 કિ.મી.ના અંતરે આવેલા સ્મોલેન્સ્ક શહેર, રશિયામાં સ્થિત છે. પ્રભાવ, પ્રતિષ્ઠા અને શૈક્ષણિક પરિણામોની દ્રષ્ટિએ, અમે ફક્ત રશિયામાં જ નહીં, પણ વિશ્વની 22 માં ક્રમાંકની અગ્રણી યુનિવર્સિટી છીએ.

શિક્ષણના ઉચ્ચ ધોરણ, સંપૂર્ણ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમ, સખત શિસ્તબદ્ધ સિસ્ટમમાં અમારે ત્યાં હાલમાં 1352 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 497 છોકરીઓ છે. અમારી પાસે ક્લોઝ કેમ્પસ સિસ્ટમ છે, જે અભ્યાસને અમારા વધુ કાર્યક્ષમ તથા વિદ્યાર્થીઓને વધુ સલામત રાખે છે.

ટોચના હોંશિયાર વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ કરવાની તક

શા માટે અમે હંમેશા અગ્રણી રહિયા છીએ!

શ્રેષ્ઠ શિક્ષણ
 • સંપૂર્ણ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં.
 • યુનિવર્સિટીના વિવિધ 65 વિભાગોમાં ઉચ્ચ ગુણવતાવાળા 450 પ્રોફેસર્સ કાર્યરત છે.
 • ઉપરોક્ત તમામ ફેકલ્ટીઓ અને વિભાગો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ, બાયો-કેમિકલ લેબોરેટરીઝ, રેડિયો-આઇસોટોપ લેબોરેટરીઓ અને લેક્ચર હોલ ટેલિ-વીડિયો અને મલ્ટીમીડિયા ઉપકરણોથી સુસજ્જ છે.
 • અમારી તમામ 32 હોસ્પિટલોમાં અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે.
 • વિદેશી વૈજ્ઞાનીકો અને યુએસએ, યુકે, જર્મની, કેનેડા જેવા દેશોના પ્રોફેસર્સને સ્મોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં કોન્ફરન્સ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
શ્રેષ્ઠ હોસ્ટેલ
 • તમામ 4 હોસ્ટેલ બાયોમેટ્રિક એન્ટ્રી થી સુસજ્જ છે.
 • તમામ હોસ્ટેલ ફ્લેટ પ્રકારની અટેચ ટોયલેટ, બાથરૂમ, વોશ બેઝીન તથા રસોડા સાથે છે.
 • હોસ્ટેલની અંદરનું તાપમાન જળવાઈ રહે તે માટે સેન્ટ્રલ હિટિંગ સિસ્ટમની સુવિધા છે.
 • હોસ્ટેલમાં દરેક રૂમ ફૂલી ફર્નિશ્ડ તથા હવા ની અવાર જવર રહે તેવી બાલ્કની ધરાવે છે જેની રોજ સવારે સફાઈ થાય છે.
 • હોસ્ટેલમાં જ 24 X 7 સિક્યુરિટી ગાર્ડ્સ, સીસીટીવી કેમેરા, રિસેપ્શન એરિયા, લોન્ડરી તથા રીડિંગ રૂમ ની વ્યવસ્થા છે.
 • 24-કલાક કાર્યરત મેડિકલ સેન્ટર તથા પર્સનલ ટ્રેનર્સ સાથેનું હાઇટેક મશીનોથી સુસજ્જ જીમ.
શ્રેષ્ઠ વાતાવરણ
 • દર વર્ષે નવરાત્રી, ગણેશોત્સવ, દિવાળી, ઈદ, ક્રિસ્ટમસ, વિશુ, પોંગલ જેવા ભારતીય સાંસ્કૃતિક તહેવારો આપણા જ કેમ્પસમાં ઉજવાય છે.
 • દર વર્ષે રમતગમત ટૂર્નામેન્ટ્સ જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંટન અને વોલીબોલ વગેરે યોજાય છે.
 • વિદ્યાર્થીઓ દ્વારા અંદરોઅંદર ઇ-ગેમિંગ જેવી ડિજિટલ ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે.
 • અમે અમારા વિદ્યાર્થીઓને હંમેશા વિવિધ પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ.
શ્રેષ્ઠ પરિણામો
 • અમે ગર્વથી જણાવીએ છીએ કે અમારા 2008 થી 2019 સુધીના સ્નાતકોએ શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે.
 • MCI સ્ક્રીનિંગ ટેસ્ટ માં અમારા સ્નાતક વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પરિણામો આપી અગ્રેસર રહ્યા છે જે આપ ભારતીય દૂતાવાસ મોસ્કો અને NBE, નવી દિલ્હીની સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી કન્ફર્મ કરી શકો છો.
 • USMLE – USA ની મેડિકલ લાઇસન્સિંગ પરીક્ષામાં અમારું 100% પાસ પરિણામ છે.

Cosmos Educational Consultants

સ્મોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી દ્વારા વિદેશથી આવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ સારું એડમિશન માટે એક માત્ર "COSMOS EDUCATIONAL CONSULTANTS" ને નીમવામાં આવેલ છે.

કોસ્મોસ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સના ડિરેક્ટર ડૉ. આલોક એરોન.
કોસ્મોસ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સના ડિરેક્ટર અને ચાન્સેલરના વિદેશી સલાહકાર ડો. આલોક એરોન સાથે ફોરેન ફેકલ્ટીના ડીન ડો. એમ. વાય. ડયાકોવ.

કોસ્મોસ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ દ્વારા આપવામાં આવતી સેવાઓ.

 • અમે સ્મોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ માહિતી અને સહાય પ્રદાન કરીએ છીએ.
 • અમે યુનિવર્સિટી તરફથી ઇન્વિટેશન લેટર, એર ટિકિટ, સ્ટુડન્ટ વિઝા, ડૉલર એક્સચેંજ મેળવવા સહાય કરીએ છીએ.
 • ડૉ. આલોક એરોનની એક ઓફિસ હોસ્ટેલમાં જ સ્થિત છે જે વિદ્યાર્થીઓને બધી સેવાઓ સુવિધા આપે છે જેથી વિદ્યાર્થીઓને રોજિંદા જીવનની વિવિધ સમસ્યાઓમાં પોતાનો કિંમતી સમય બગાડવો ન પડે. અહીં ઓફિસમાં જ તમામ પ્રકારના ડોકયુમેન્ટ્સ તથા રોજિંદા જીવનને લગતા પ્રશ્નોનું નીવારણ કરવામાં આવે છે.
 • અમે દર વર્ષે ટોપર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પ્રદાન કરીએ છીએ.
Previous
Next
ઇન્ડિયન મેસ

 

 • એક ખાસ ઇન્ડિયન મેસ કે જે હોસ્ટેલ નંબર 2 માં કોસ્મોસ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ દ્વારા ચલાવવામાં આવે છે જ્યાં અમારી પાસે 20 થી વધુ સ્ટાફ છે જેમાં 3 ભારતીય રસોઈયા છે.
 • મેસ કોઈપણ રજાઓ વગર અઠવાડિયાના સાત દિવસ કામ કરે છે.
 • વિશેષ ભારતીય વેજ અને નોન-વેજ વાનગીઓ ઉપલબ્ધ છે, જે અલગથી રાંધવામાં આવે છે અને પીરસવામાં આવે છે.
 • અહીં બનાવેલું ભોજન વિદ્યાર્થીની સંતુલિત આહાર આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
 • અમે દિવસમાં બે વખત ભોજન પીરસીએ છીએ, એટલે કે લંચ અને ડિનર.
 • મેસ માટેનું સમયપત્રક વિદ્યાર્થીઓના અભ્યાસ સમયપત્રક અનુસાર ગોઠવવામાં આવ્યું છે.
 • મેસ માં ગુણવત્તા અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવામાં આવે છે.
 • વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો.

વર્ષ 2020 પ્રવેશ માટેના માપદંડ (ભારતીય વિદ્યાર્થીઓ માટે)

યોગ્યતાના માપદંડ

MCI ના નિયમો મુજબ વિદેશની કોઈપણ પ્રમાણિત મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે લઘુતમ લાયકાત નીચે મુજબ છે:

 • વિદ્યાર્થીના એમબીબીએસ કોર્સમાં પ્રવેશના વર્ષના 31 ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
 •  વિદ્યાર્થીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં Physics, Chemistry, Biology અને English વિષયમાં પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા Physics, Chemistry અને Biology સાથે મળીને ઓછામાં ઓછા 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
 •  વિદ્યાર્થીએ જે વર્ષમાં પ્રવેશ લે તે વર્ષ અથવા તેનાથી પાછળના 2 વર્ષમાં NEETની પરીક્ષા પાસ કરેલ હોવી જ જોઇએ..
જરૂરી ડોકયુમેન્ટ્સ
 1. કાઉન્સેલિંગ પછી અમારા દ્વારા એડમિશન ફોર્મ આપવામાં આવશે જે સંપૂર્ણ વિગતો સાથે ભરેલું હોવું જોઈએ.
 2. 12 મા ધોરણની માર્કશીટની નોટરી પ્રમાણિત 3 નકલ.
 3. 10 મા ધોરણની માર્કશીટની નોટરી પ્રમાણિત 3 નકલ. (જન્મ તારીખના ઉલ્લેખ સાથે)
 4. NEET પરિણામની નોટરી પ્રમાણિત 3 નકલ.
 5. White બેકગ્રાઉન્ડવાળા કલર ફોટો (35 X 45 mm સાઈઝ, 20 કોપી)
 6. તાજેતરનો H.I.V. ટેસ્ટ રિપોર્ટ.
 7. બીકાનેરમાં ચૂકવવાપાત્ર “COSMOS EDUCATIONAL CONSULTANTS” ના નામનો બનાવેલો રૂ.1,50,000/- નો બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ (DD).

વર્ષ 2020-21 માટે ફી સ્ટ્રક્ચર

સ્મોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થયા એની ઉજવણી ના ભાગ રૂપે યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ 2020-2021 માં એડમિશન લેનાર ભારતના તમામ વિદ્યાર્થીઓને તેમની ટ્યુશન ફીમાં દર વર્ષે 500 યુએસએ ડોલરની સબસિડી* આપી રહી છે.

એડમિશન બાદ રશિયા જઈને ચૂકવવાના
ટ્યુશન ફી – 6000 યુએસએ ડોલર દર વર્ષે
સબસિડી* – 500 યુએસએ ડોલર દર વર્ષે
સબસિડી બાદની ટ્યુશન ફી – 5500 યુએસએ ડોલર દર વર્ષે
(* જો કોઈ વિદ્યાર્થી શિક્ષણનાં કોઈપણ વર્ષ દરમિયાન કોઈપણ વિષયમાં નિષ્ફળ જાય તો તે વર્ષથી સબસિડી બંધ કરવામાં આવશે.)
હોસ્ટેલ ફી – 350 યુએસએ ડોલર દર વર્ષે
ફરજિયાત મેડિકલ ઇન્શ્યોરન્સ – 150 યુએસએ ડોલર દર વર્ષે

વર્ષ 2020-21 માટે કુલ ફી – 6000 ડોલર / વર્ષ. (આશરે 4.50 લાખ ભારતીય રૂપિયા, ટ્યુશન ફી + હોસ્ટેલ ફી + મેડિકલ ઇન્શ્યોરન્સ સહિત)

એડમિશન લેતી વખતે ભારતમાં ચૂકવવાના:
‘ફી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ’ માં જણાવ્યા મુજબ કોસમોસ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ ભારતમાં કન્સલ્ટન્સી ફી તરીકે રૂપિયા 1,50,000/- લેશે. આ ફક્ત બિકાનેરમાં ચૂકવવાપાત્ર ‘COSMOS EDUCATIONAL CONSULTANTS’ ના નામથી બેંક ડ્રાફ્ટ દ્વારા અથવા રોકડ દ્વારા ચૂકવવાના હશે. જો કોઈ વિદ્યાર્થી અરજી સબમિટ કર્યા પછી પાછળથી કોઈપણ કારણોસર પ્રવેશ ન લેવાનો નિર્ણય લેશે તો આ કન્સલ્ટન્સી ફી પરત નહીં મળે.

કોસ્મોસ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તેમને કોઈપણ ચુકવણી વિના નીચે મુજબની સેવાઓ આપશે:
1. સ્મોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનો એડમિશન લેટર.
2. વિદ્યાર્થીના વિઝા માટે જરૂરી વિદ્યાર્થીના ઇન્વિટેશન લેટરની નકલ (ઓરિજિનલ લેટર રશિયન ફેડરેશનના કોન્સ્યુલેટમાં જશે).
3. વિઝા ફીની ચુકવણી જે સીધી રશિયન ફેડરેશનની એમ્બેસીને કરવામાં આવે છે.
4. એક વારની દિલ્હી થી મોસ્કો માટેની એર ટિકિટ.
5. મોસ્કો એરપોર્ટથી સ્મોલેન્સ્ક સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન.
6. પહોંચતાની સાથે જ એક વખત ભારતીય ભોજનની વ્યવસ્થા.
7. હોસ્ટેલ પહોંચ્યા બાદ એક વખત માતા-પિતા સાથે પાંચ મિનિટનો એક ટેલિફોન કોલ.

વધુ વિગતો માટે અમારો સંપર્ક કરો.

વિકલ્પ ઉપલબ્ધ છે.

અમારી યુનિવર્સીટી માંથી પાસ થયેલા કેટલાક ડોક્ટર્સના અભિપ્રાયો!!!

SSMU Is a wonderful university that offers both clinical as well as academic training. University gave me an unprecedented international health experience, which helped me achieve my residency goals in the USA. The six years of exposure facilitated not only the accumulation of medical knowledge but also the honing of Interpersonal and communication skills essential to the effective practice of medicine. The Dean-Head of foreign students department sees it as their mission to aid the medical students in pursuing these long term goals. Good luck!
- ડૉ. જય ભટ્ટ
એમ.ડી. ફિઝિશિયન - ન્યૂ જર્સી, યુ.એસ.એ.
The doctors graduating SSMU have astute clinical skills, flamboyant personalities and go on for higher specialization in all surgical & non-surgical disciplines across the world. They are clinically sound and have a unique and immersive cultural exposure not only to Russia but also to places all around the globe that bring an everlasting change to their steadfast personality and help them exceed expectations in their careers and personal lives.
- ડૉ. પ્રિયાંક પટેલ
એમ.ડી., ડી.એમ. કેન્સર ફિઝિશિયન - યુએસએ
હું SMOLENSK STATE MEDICAL UNIVERSITYનો ખૂબ ઋણી છું. મારા બોર્ડના પરિણામો પછી હું હતાશ થઈ ગયો હતો. જ્યારે મને આ યુનિવર્સિટી વિશે ખબર પડી ત્યારે મને જાણે આશાનું એક કિરણ મળ્યું. મને આ પ્રતિષ્ઠિત મેડિકલ યુનિવર્સિટી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો મળતા નથી. હું આ યુનિવર્સિટીમાંથી 2011 માં ઉત્કૃષ્ઠ પરિણામ સાથે સ્નાતક થયો અને MCI ની Screening Test મેં પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી. આજે હું જર્મનીના એર્ફર્ટ ખાતે ન્યુરોલોજી વિભાગમાં ડોક્ટર તરીકેની મારી કારકિર્દીનો સુવર્ણ સમય પસાર કરી રહ્યો છું.
- ડૉ. કુણાલ પટેલ
એમ.ડી. ન્યુરોલોજી – એર્ફટ, જર્મની

Recognised By :